અમદાવાદમાં પડેલ ભારે વરસાદ બાદ એકાએક મચ્છરજન્ય રોગોમાં વધારો થવા પામ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને મેલેરિયા વિભાગ દ્વારા ડેન્યુના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને મેલેરિયા વિભાગે ડેન્ગ્યુ નિયંત્રણ માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ છેલ્લાં ૧૦ વર્ષની ડેન્ગ્યુની પેટર્ન અને સ્થળ સર્વેના આધારે શહેરમાં કુલ ૫૧ હોટસ્પોટ એટલે કે ક્લસ્ટર નક્કી કરવામાં આવ્યા છે.
ઓગસ્ટના અંત સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના આશરે ૪૮૦થી ૪૮૫ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં નોંધાતા કુલ ડેન્ગ્યુ કેસમાંથી આશરે ૪૫ ટકા કેસ અમદાવાદ શહેરમાં નોંધાતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હવે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન કેસ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી છે.ઝોન હોટસ્પોટઃ દક્ષિણ ઝોન ૧૫,પશ્ચિમ ઝોન ૮,ઉત્તર ઝોન ૭,ઉત્તર પશ્ચિમ ઝોન ૫,દક્ષિણ પશ્ચિમ ઝોન ૪,પૂર્વ ઝોન ૪,મધ્ય ઝોન ૪, કુલ ૫૧
શહેરના કુલ કેસમાંથી ૧૮૯ કેસ સાત મુખ્ય પોકેટમાં જ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ ગોતા અને રામોલ જેવા વિસ્તારોમાં જાવા મળ્યા છે.
ગોતાઃ ગોતા હાઉસિંગ અને વસંતનગર ટાઉનશિપ વિસ્તારમાં બાવન કેસ નોંધાયા છે. અહીં મચ્છરની ડેન્સિટી ૩.૫ સુધી નોંધાઈ છે. સત્તાધાર અંડરબ્રિજથી ચાણક્્યપુરી રોડના અન્ય પોકેટમાં પણ ૩૪ કેસ નોંધાયા છે.
રામોલઃ મહાવીરનગર અને બચુભાઈના કૂવા વિસ્તારમાં ૫૧ કેસ નોંધાયા છે.લાંભાઃ રંગોલીનગર વિસ્તારમાં શ્યામસુંદરનગર, ગોકુળનગર, લક્ષ્મીનગર સહિતની સોસાયટીઓમાં ૩૦ કેસ નોંધાયા છે. અહીં મચ્છરની ડેન્સિટી ૪થી ૪.૫ સુધી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.બાપુનગરઃ લાલ બહાદુર શા†ી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં ૨૪ કેસ નોંધાયા છે.,પાલડીઃ પાલડી ગામ અને કોચરબ વિસ્તારમાં ૧૭ કેસ નોંધાયા છે.અન્ય પોકેટઃ ચમનપુરામાં ૧૦, સરખેજમાં પાંચ કેસ નોંધાયા છે. બહેરામપુરા, વટવા, ઈસનપુર, ખાડિયા-જમાલપુર, નારણપુરા તથા સાબરમતી-મોટેરા વિસ્તારમાં પણ કેસ સાથે મચ્છરની ઊંચી ડેન્સિટી નોંધાઈ છે.દક્ષિણ ઝોનના મુખ્ય વોર્ડઃ મણિનગર,ઈસનપુર,વટવા,¦ લાંભાઃ નારોલ અને હાઇવેને જાડતો વિસ્તાર,¦ ખોખરા,¦ ઇન્દ્રપુરી,¦ બહેરામપુરા, ¦ દાણીલીમડા,¦ ઘોડાસર,¦ નારોલ,¦ શાહઆલમ અને ચંડોળા
મેલેરિયા વિભાગના આકલન મુજબ ડેન્ગ્યુના કેસ સામાન્ય રીતે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વધતા હોય છે. અગાઉની પેટર્નના આધારે આ સમયગાળામાં કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્્યતા જાવામાં આવી રહી છે. કેટલાક સમયગાળામાં કેસ બમણા કે ત્રણ ગણા સુધી પહોંચતા હોવાનો વિભાગનો અનુભવ છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે ડેન્ગ્યુ નિયંત્રણ માટે વિશેષ નીતિ અને હોટસ્પોટ આધારિત એક્શન પ્લાન તૈયાર કરી તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી છે. ખાસ કરીને વધુ કેસ અને મચ્છરની ઊંચી ડેન્સિટી ધરાવતા વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ, સર્વેલન્સ અને ફોગિંગ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવશે.