રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ દરમિયાન દરરોજ વિવિધ સમાજના લોકોને આમંત્રિત કરી સાંજે આરતીનું આયોજન કરવામાં આવે છે. આજે રાજુલા શહેરના પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં કનુભાઈ વરુ, ગોપાલભાઈ રાઠોડ, ભુપતભાઈ જોશી સહિતના વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી આરતી ઉતારી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામનો ફોટો આપી પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.