ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી સૂચના મુજબ આક્રમક લાઈફ સાયકલ ફંડમાં હવે ઇક્વિટી રોકાણની મહત્મ મર્યાદા ૭૫ ટકા સુધીની રહેશે. ૪૫ વર્ષની ઉંમર સુધી ૭૫ ટકા ઇક્વિટી રોકાણની મંજૂરી મળશે. ગુજરાત સિવિલ સર્વિસિસ ન્યૂ કોન્ટીબ્યુટરી પેન્શન સ્કીમ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારે જાહેરનામું બહાર પાડીને સુધારેલા નિયમો અમલમાં મુક્યા છે. ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ગુજરાત સિવિલ સર્વિસિસ (નવી અંશદાન પેન્શન યોજના) નિયમો ૨૦૨૪માં સુધારો કરીને નવા રોકાણ વિકલ્પો ઉમેર્યા છે. શું આવ્યો ફેરફાર? નિયમ ૨૮(૨) (બી)(ત્રણ) હેઠળ હાલ જે વિકલ્પો છે તે ઉપરાંત નવા બે લાઈફ સાયકલ ફંડ ઉમેરવામાં આવ્યા છે. ૧. એગ્રેસિવ લાઈફ સાયકલ ફંડમાં ઇક્વિટી (શેર બજાર)મા મહત્તમ રોકાણની મર્યાદા ૭૫% સુધીની રહેશે. ૨. બેલેન્સ્ડ લાઈફ સાયકલ ફંડમાં ઇક્વિટીમાં મહત્તમ રોકાણની મર્યાદા ૫૦% રહેશે અને કર્મચારીની ઉંમર ૪૫ વર્ષ થાય ત્યારથી ઇક્વિટીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. નિયમોના નવા નામ આ નિયમો “ગુજરાત સિવિલ સર્વિસીસ (ન્યૂ કોન્ટ્રબ્યુટરી પેન્શન સ્કીમ) (સુધારા) નિયમો, ૨૦૨૬” કહેવાશે. સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી જ અમલમાં આવી જશે. નવી સૂચના મુજબ આક્રમક લાઇફ સાયકલ ફંડમાં હવે ઇક્વિટી રોકાણની મહત્તમ મર્યાદા ૭૫ ટકા સુધી ૪૫ વર્ષની ઉંમર સુધી ૭૫ ટકા ઇક્વિટી રોકાણની મળશે મંજૂરી ગુજરાત સિવિલ સર્વિસિસ ન્યૂ કોન્ટ્રબ્યુટરી પેન્શન સ્કીમ નિયમોમાં સુધારો સરકારે જાહેરનામું બહાર પાડી સુધારેલા નિયમો અમલમાં મુક્યા

































