રાજગોર બ્રાહ્મણ સમાજના મોભી નંદલાલભાઈ દલપતભાઈ બામટા (ઉં.વ.૬૩)નું ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી તરીકે નિસ્વાર્થ સેવા આપતા હતા અને સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડના ચેરમેન તરીકે પણ લાંબો સમય સેવા આપી હતી. તેમની અંતિમયાત્રામાં સ્વામિનારાયણ સંતો, સૌરાષ્ટ્રભરના હરિભક્તો, વિવિધ સંસ્થાના આગેવાનો અને બ્રહ્મ સમાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.