વડીયાની સદ્દગુરુનગર પ્રાથમિક શાળામાં આશરે ૧૮૦ વિદ્યાર્થીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ તથા ૧૧૨ ઇમરજન્સી સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઇમરજન્સી પરિસ્થિતિમાં ૧૦૮ અને ૧૧૨ સેવાનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ હતી. ઉપરાંત એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ વિવિધ દવાઓ, મેડિકલ સાધનો અને ઇક્વિપમેન્ટ અંગે પ્રત્યક્ષ માહિતી આપી તેના ઉપયોગ અંગે સમજણ આપવામાં આવી હતી. ઇમરજન્સીના સમયે ગભરાયા વગર યોગ્ય રીતે મદદ મેળવવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં ૧૦૮ સેવાના EMT રોહિતભાઈ અને હર્ષદભાઈ તેમજ પાયલોટ ભરતભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.