અમરેલી જિલ્લામાંથી વધુ બે યુવતીઓ ઘરેથી ચાલી નીકળી હોવાના બનાવો સામે આવ્યા છે. જાફરાબાદના મીઠાપુર ગામે રહેતા કરસનભાઈ ગભાભાઈ રાઠોડે જાહેર કર્યા મુજબ, તેમની દીકરી પાર્વતીબેન ઉર્ફે પીલીબેન મીઠાપુર ગામે પોતાના ઘરેથી પોતાની મેળે કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ફરી નહોતી. બીજા બનાવમાં અમરેલીના ટીંબલા ગામે રહેતા ચંદુભાઈ બાઘુભાઈ સુરાણીયા (ઉં.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી અંકિતાબેન (ઉં.વ.૧૮) ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી અને આજદિન સુધી પરત ફરી નહોતી.










































