જાફરાબાદ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગુરુ ગોમતીદાસ બાપુ નેપાળ યાત્રા પૂર્ણ કરી આજે જાફરાબાદ પરત ફરતા ભક્તજનો અને ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. બાપુ ગુમ થયાના સમાચારથી સમગ્ર તાલુકામાં ચિંતાનો માહોલ હતો, પરંતુ સહીસલામત હોવાના ફોનથી રાહત મળી હતી. બસ સ્ટેશન નજીક ઢોલ-નગારાં, ફટાકડા અને ફુલહારથી સામૈયું કરાયું, બાદમાં બાઈક રેલી સાથે આશ્રમે સ્વાગત થયું. નેપાળની દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનિટનું મૌન પાળી ત્રણેય સરકારનો આભાર મનાયો હતો.