રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજનાં આચાર્ય ડો. રીટાબેન રાવળે સંવિધાન દિવસની ઉજવણીનો હેતુ સમજાવી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને રાષ્ટ્રની એકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ માટે પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. યુનિટ-૧નાં પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા તથા યુનિટ-૨નાં ભગવતીબેન વડીયાએ કર્યું હતું. સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ અને ડો. જીગ્નેશભાઈ વાજાએ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.