ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું ચાંપાનેર-પાવાગઢ હવે વૈÂશ્વક સ્તરની સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૫૯ કરોડથી વધુનો મેગા માસ્ટર પ્લાન અમલી બનાવ્યો છે.ચાર તબક્કાના આ પ્રોજેક્ટમાં પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ત્રીજા અને ચોથા તબક્કાનું કામ પૂરજાશમાં ચાલી રહ્યું છે.ગત ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢના નવનિર્મિત શિખર પર ૫૦૦ વર્ષ બાદ ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. આ પુનરુદ્ધારના ૪ વર્ષ પૂર્ણ થતાં જ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.વર્ષ ૨૦૧૬-૧૭માં જ્યાં વાર્ષિક માત્ર ૩૮.૬૭ લાખ શ્રદ્ધાળુઓ આવતા હતા, તેની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં આ આંકડો છ ગણો વધી ગયો છે. આગામી સમયમાં માસ્ટર પ્લાનની કામગીરી પૂર્ણ થતાં જ પાવાગઢ ગ્લોબલ ટુરિઝમ મેપ પર એક અગ્રણી હેરિટેજ અને રિલિજિયસ ડેÂસ્ટનેશન તરીકે ઉભરી આવશે.દરમિયાન ગત ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ ‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ પાવાગઢના નવ નિર્મિત શિખર પર ૫૦૦ વર્ષ બાદ કલશ તથા ધ્વજારોહણ કર્યું હતું. પાવાગઢ પુનરુત્થાન બાદ અહીં આવનારા માઈભક્તો, શ્રદ્ધાળુઓ અને ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પાવાગઢ પુનરુત્થાન બાદ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬ (૧૮ જૂન, ૨૦૨૬ સુધી) એટલે કે ચાર વર્ષમાં ૩ કરોડ ૮૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા. આ પહેલાં ૨૦૧૬-૧૭થી ૨૦૨૧-૨૨ સુધીના પાંચ વર્ષમાં ૨.૩૨ કરોડ શ્રદ્ધાળુઓએ પાવાગઢની યાત્રા કરી હતી.કુલ મળીને ૨૦૧૬-૧૭થી ૨૦૨૫-૨૬ સુધી ૬.૧૭ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. ૨૦૧૬-૧૭માં જ્યાં માત્ર ૩૮.૬૭ લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, ત્યાં ૨૦૨૫-૨૬માં આ આંકડો છ ગણો વધીને ૬.૧૭ કરોડથી વધુ પર પહોંચી ગયો. એવામાં પાવાગઢ ખાતે સરકાર દ્વારા મેગા માસ્ટર પ્લાન હેઠળ કરાઈ રહેલા વિકાસ-સુવિધા કામોના પગલે શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સંખ્યામાં વધુ વધારો થશે.