બાબરા શહેરના તાપડીયા આશ્રમ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં લાઠી-બાબરા-દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, સામાજિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ડમરૂનાદ, દિવડા આરતી તથા બાળાઓ દ્વારા ગરબાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દિવડા પ્રગટાવી સમગ્ર તાપડીયા આશ્રમ પરિસરને દીપમાળાથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવા, એકતા અને રાષ્ટ્રપ્રત્યેના સંકલ્પને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ ભવ્ય બન્યો હતો.