જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં જૂની અદાવતને લઈને થયેલો જીવલેણ હુમલો હવે હત્યાના કેસમાં ફેરવાઈ શકે છે. ૭ જૂન ૨૦૨૬ના રોજ ગંભીર રીતે ઘવાયેલા દેવાયતભાઈ મંગાભાઈ માકડીયાનું આશરે ચાર મહિના સુધી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં આરોપી ઇન્દ્રજીત અર્જનભાઈ વડીયાતર આર્મીમાં ફરજ બજાવે છે અને હાલ જેલમાં છે.દેવાયતભાઈ પર હુમલો થયા બાદ શરૂઆતમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં કેસમાં બીએનએસની કલમ ૧૦૩ (હત્યા) ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ૭ જૂનના રોજ બામણાસા ઘેડ ગામના રહેવાસી દેવાયતભાઈ માકડીયા કેશોદ કોર્ટમાં ચાલી રહેલા કેસની તારીખ ભરીને છકડા રિક્ષામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન જાનપુર અને જવાહરનગર ગામ વચ્ચે આરોપીએ મોટરસાયકલ રિક્ષાની આગળ ઊભી રાખી હતી. ત્યારબાદ દેવાયતભાઈને રિક્ષામાંથી નીચે ઉતારી તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ મુજબ હુમલામાં લોખંડના પાઇપ, સરિયા અને છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.હુમલામાં દેવાયતભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના બંને હાથ-પગમાં ફ્રેક્ચર થયું હતું અને માથામાં છરીના ઘા લાગવાથી ગંભીર ઈજા થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. હુમલા બાદ તેમને રસ્તા નજીકની ગટરમાં ફેંકીને આરોપી ફરાર થઈ ગયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ દેવાયતભાઈને પ્રથમ કેશોદની સરકારી હોÂસ્પટલ, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોÂસ્પટલના આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતી. Âસ્થતિ ગંભીર રહેતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિવિધ હોÂસ્પટલોમાં લગભગ ચાર મહિના સુધી સારવાર ચાલ્યા બાદ દેવાયતભાઈનું સારવાર દરમિયાન અવસાન થયું છે. વૃદ્ધના મોતના સમાચાર બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આ કેસમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ઈજાગ્રસ્તનું મોત થતાં ગુનાની ગંભીરતા અનુસાર હત્યાની કલમ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.કેશોદના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ, આ ઘટનાની પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અગાઉ મૃતક દેવાયતભાઈએ આરોપી ઇન્દ્રજીતના પિતા અર્જનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ જૂના મનદુઃખને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસની તપાસમાં વિગતો સામે આવી છે.પોલીસે જણાવ્યું છે કે આરોપી ઇન્દ્રજીત અર્જનભાઈ વડીયાતર ભારતીય સેનામાં ફરજ બજાવે છે. હુમલા બાદ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.ડીવાયએસપીના જણાવ્યા મુજબ, આરોપી સામે જરૂરી પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને હાલ આરોપી જેલમાં બંધ છે. હવે દેવાયતભાઈના મોત બાદ આ કેસમાં હત્યાની કલમ ઉમેરવાની કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવશે. આમ, ૭ જૂનના રોજ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવાયતભાઈ માકડીયાનું ચાર મહિના બાદ મોત થતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. ના પ્રયાસ તરીકે નોંધાયેલો ગુનો હવે મૃતકના મોત બાદ હત્યાની કલમ હેઠળ આગળ વધશે.