નલખેડા જિલ્લામાં મા બગલામુખી માતા મંદિર પાસે ભક્તોથી ભરેલી કાર વરસાદી પાણીના ગટરમાં તણાઈ ગઈ. અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હોવાનું કહેવાય છે.
માહિતી અનુસાર, નલખેડામાં મા બગલામુખી માતા મંદિરના દર્શન કરવા માટે ભક્તો ઉજ્જૈનથી ટેક્સી ભાડે કરી હતી. દર્શન કર્યા પછી પરત ફરતી વખતે, ભારે વરસાદને કારણે મંદિર પાસેનો વરસાદી પાણીનો ગટર છલકાઈ ગયો હતો અને કાર જારદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તણાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘણી મહેનત પછી, ટીમે કારને ભરાઈ ગયેલા ગટરમાંથી બહાર કાઢી. કારમાં સવાર તમામ આઠ લોકો મૃત્યુ પામ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે ડ્રાઇવરે જારદાર પ્રવાહ વચ્ચે ઉતાવળમાં ગટર પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કાર ફસાઈ ગઈ અને તણાઈ ગઈ. જાકે, અકસ્માતનું વાસ્તવિક કારણ શોધવામાં આવી રહ્યું છે.એસપી દિલીપ કુમાર સોનીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોના મોત થયા છે. બધા મૃતકો ઓડિશાના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતકોમાં રાધારાણી, જ્ઞાનેન્દ્ર કુમાર બેહેરા, જ્ઞાનેન્દ્ર બેહરાના પત્ની રીટા રાની અને શિવપ્રસાદ બેહરાના પુત્ર કૃષ્ણ રાજવીરનો સમાવેશ થાય છે. પોલીસ બાકીના મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટે કામ કરી રહી છે. વહીવટીતંત્ર અને પોલીસ ટીમો સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
બગલામુખી મંદિર પાસેના નાળામાં ડૂબી જવાથી આઠ લોકોના મોતથી લોકોમાં રોષ ફેલાયો છે. મંદિરની આસપાસ ખાનગી હવન કુંડ ચલાવવા પર તેમણે હોબાળો મચાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ ખાનગી હવન કુંડ અરાજકતા પેદા કરે છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ખાનગી હવન કુંડ બંધ કરવાની માંગ કરી હતી. હોબાળાની માહિતી મળતાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ઘટનાસ્થળે પરિસ્થિતિ તંગ બની છે








































