વિઠ્ઠલપુર ખંભાળીયાથી ગાવડકા ફાટક પાસે એક યુવકને “તારે બાધવું છે?” તેમ કહી ધક્કો મારી પછાડી દઈ ભૂંડી ગાળો આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ફતેપુર ગામના નિલેષભાઈ વલ્લભભાઈ જાદવ (ઉં.વ.૩૫)એ ગાવડકા ગામના સાગરભાઈ ઈશ્વરભાઈ ગાંગડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ વિઠ્ઠલપુર ખંભાળીયાથી ગાવડકા પુલ પાસે જતા રસ્તામાં ફાટક પાસે ઈંડાની લારી પાસે ઊભા હતા. આરોપીએ આવીને “તારે બાધવું છે?” તેમ કહી ધક્કો મારી પછાડી દઈ ભૂંડી ગાળો આપી હતી. તેમજ શરીરે આડેધડ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ઉપરાંત મૂંઢ ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.









































