સાયબર ક્રાઈમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી સામે ૧૨ રાજ્યોમાં કુલ ૨૩ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.સાબરકાંઠા જિલ્લા સહિત દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે આવા સાયબર ફ્રોડ આચરનાર એક આરોપીની સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ ૨૮ લાખ ૬૧ હજાર ૩૬૮ રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી કુલદીપ આર્ય મૂળ ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના ગદરપુર તાલુકાના અજબાનગર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા જીમ્ૈં, બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એÂક્સસ બેંક સહિત કુલ ૧૪ બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ મુજબ આ ખાતાઓ સામે દેશના ૧૨ રાજ્યોમાં કુલ ૨૩ ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે ૧ કરોડ ૮૦ લાખ ૬૨ હજાર ૨૮૬ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીના મોબાઈલ ફોનમાંથી સોશિયલ મીડિયાની ચેટ પણ શોધી કાઢી હતી અને આ ચેટમાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માગ કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી છે. જાકે હાલ તો પોલીસ દ્વારા આ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એ એકાઉન્ટ ફ્રીઝ કરી એમાં રહેલ રકમ પણ રિકવર કરવા તેમજ આમાં અન્ય કોઈની સંડોવણી કે પછી હજુ કેટલા લોકો સાથે આ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.







































