અમરેલીમાં જાહેર રસ્તા પર દબાણ કરી વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરનારા લારીધારકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ફ્રૂટની લારી ઊભી રાખવા બદલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફ્રૂટની લારીઓ જાહેર રસ્તા પર વાહનોની અવરજવરમાં રુકાવટ ઊભી કરે અને અકસ્માત સર્જાય તે રીતે ઊભી રાખવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક સમસ્યા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી હતી.
ફ્રૂટની લારી ઊભી રાખવા બદલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો








































