સાવરકુંડલામાં યોજાયેલી SGFIની ૭૦મી તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સ્થાનિક કે. કે. હાઈસ્કૂલના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૧૮ જુલાઈના રોજ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં આ હાઈસ્કૂલની ટીમે પ્રતિસ્પર્ધી ટીમો સામે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ત્યારબાદ ૨૧ જુલાઈના રોજ યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં પણ શાળાની અંડર-૧૭ ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. આ બંને ટીમોને કોચ વિપુલભાઈ દવેના સતત માર્ગદર્શનમાં આ દ્વિ-સિધ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતા બદલ શાળાના આચાર્ય ચેતનભાઇ ગુજરીયાએ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.










































