પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા આ વર્ષે ૨૦૨૬ના ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ માટે અમરેલી જિલ્લામાંથી રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા શીતલબેન પ્રતાપરાય દવેની પસંદગી કરવામાં આવી છે. સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ ૨૦૧૦થી ગુરુપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર વિશિષ્ટ સારસ્વતોનું ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’, ‘આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે.







































