અમરેલીની એમ. એલ. શેઠ સ્કૂલ, સાવરકુંડલા ખાતે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ‘માતૃવંદના’ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓએ માતાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી, તિલક કરીને ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પવિત્ર દ્રશ્ય જોઈ માતાઓની આંખોમાંથી આનંદાશ્રુ વહી નીકળ્યા હતા. માતાઓએ પોતાના હાથે બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.






































