લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા પાડરશીંગા ગામમાં સ્થિત શ્રી નકળંગધામ આશ્રમમાં તારીખ ૨૯-૦૭-૨૦૨૬, બુધવારના રોજ ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવાશે. આ પ્રસંગે સવારે ૭ઃ૦૦ વાગ્યે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આશ્રમના મહંત શ્રી બાલકદાસ બાપુ (ગુરુશ્રી પ્રેમ સાહેબ) દ્વારા તમામ સેવક સમુદાય અને ભક્તજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પૂર્વે આશ્રમમાં અષાઢી બીજની પણ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.






































