અમેરિકન અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત તીવ્ર બની રહ્યું છે. બંને બાજુથી હુમલા ચાલુ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ કહે છે કે સૈન્યએ નવા ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. આ હુમલાઓનો હેતુ ઈરાનની લશ્કરી ક્ષમતાઓને વધુ નબળી પાડવાનો છે, જેનો ઉપયોગ તે હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજા પર હુમલો કરવા માટે કરે છે. દરમિયાન, ગઈકાલે રાત્રે, જાર્ડનની રાજધાની, અમ્માન, ઈરાને વધુ એક મિસાઈલ હુમલો કર્યો ત્યારે મોટા સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું. જાર્ડને અહેવાલ આપ્યો કે ઈરાને વધુ એક મિસાઈલ હુમલો કર્યો છે.બીજી બાજુ, અમેરિકાએ ઈરાન પર ભારે બોમ્બમારો કર્યો છે. અમેરિકાની સેનાએ ઈરાની શહેર તબરીઝને નિશાન બનાવ્યું, જ્યાં આઇઆરજીસીનું મિસાઈલ બેઝ અને મિસાઈલ ક્ષેત્ર છે. અમેરિકાના વિમાનોએ આ મિસાઈલ ક્ષેત્ર પર ભારે બોમ્બમારો કર્યો. અમેરિકાનો દાવો છે કે આ હુમલાઓએ હોર્મુઝ નજીક સિરિક અને જસ્ક ટાપુઓ પર ઈરાની વોચટાવર્સને નષ્ટ કરી દીધા. અમેરિકાના રાષ્ટÙપતિએ જણાવ્યું હતું કે ઈરાની હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો શહીદ થયા હતા. “હવે, અમેરિકા ઈરાનને જવા દેશે નહીં,” તેમણે કહ્યું. “આજે રાત્રે, અમે ઈરાન પર વધુ ઘાતક હુમલા કર્યા, અને અમે ઈરાની હુમલામાં માર્યા ગયેલા અમારા ત્રણ સૈનિકોના સન્માન માટે આ કર્યું.”ટ્રમ્પ ઈરાનને છોડી દેવાના મૂડમાં નથી, અને ઈરાન પણ દાવો કરી રહ્યું છે કે અમેરિકાએ તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જાઈએ. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ કહ્યું કે અમેરિકા ખાર્ગમાં પ્રવેશવાનું સ્વપ્ન જાઈ રહ્યું છે, અને આપણા લોકો તેમના આતિથ્ય માટે તલપાપડ છે. જા અમેરિકા ખાર્ગમાં પ્રવેશવાનું સ્વપ્ન જાઈ રહ્યું છે, તો તેને તેના પરિણામો ભોગવવા પડશે. દક્ષિણ ઈરાનમાં રહેતા લોકો અમેરિકન સૈનિકોના આતિથ્ય માટે તલપાપડ છે.ભયંકર યુદ્ધ વચ્ચે, રાષ્ટ્રીપતી ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અંગે એક મુખ્ય નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે બેન્જામિન નેતન્યાહૂની યુનાઇટેડ સ્ટેટ્સમાં ધરપકડ કરવામાં આવશે નહીં. આ એટલા માટે છે કારણ કે તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સામે લડી રહ્યા છે, જેણે તાજેતરમાં ૫૨,૦૦૦ નિર્દોષ વિરોધીઓની હત્યા કરી છે અને છેલ્લા ૪૭ વર્ષથી અમેરિકન સૈનિકો અને અન્ય લોકોની હત્યા કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જેમણે ઈરાનને મૃત્યુ અને વિનાશના આ સમયગાળામાં ધકેલી દીધું છે તેમની ધરપકડ થવી જાઈએ. ટ્રમ્પનું આ નિવેદન ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાનીની ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકીના જવાબમાં આવ્યું છે. તેમણે કહ્યું કે નેતન્યાહૂ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક જશે ત્યારે તેમની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.






































