અમરેલીના વોર્ડ નં. ૩ના શાસ્ત્રીનગર વિસ્તારમાં અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ મુકેશભાઈ બગડા તેમજ અમરેલી નગરપાલિકા વોર્ડ નં. ૩ના સદસ્ય અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય રીનાબેન દેવરાજભાઈ બાબરીયાનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિસ્તારના સામાજિક અને સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન બદલ દેવરાજભાઈ બાબરીયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મંત્રી કિરણબેન પડાયા અને પ્રવિણાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ બગડા, ભરતભાઈ પરમાર, જયાબેન પરમાર, મનજીભાઈ બગડા, ભગવાનભાઈ સોલંકી, જયરાજભાઈ દાફડા, પ્રેમજીભાઈ વાઘેલા, ભરતભાઈ બગડા, બેચરભાઈ બગડા અને નાજભાઈ ખૂમાણ સહિત આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.