પાવન પર્વે ડાકોરના ઠાકોરજીએ આજે રાધાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં રાધાજીના જન્મોત્સવની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઠાકોરજીના વિશેષ શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
રાધાષ્ટમી નિમિત્તે ડાકોર મંદિરના ઠાકોરજીને રાધાજીના ધારણ કરાવવામાં આવ્યા છે. ભગવાનના નાકમાં નથણી, કાનમાં કુંડળ સહિતનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રાધાજીના સ્વરૂપમાં સજ્જ થયેલા ઠાકોરજીના આ દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ડાકોરની પરંપરા અનુસાર ઠાકોરજી વર્ષમાં માત્ર બે પ્રસંગે નાકમાં નથણી ધારણ કરે છે. જેમાં ઠાકોર તેજ અને રાધાષ્ટમીના દિવસનો સમાવેશ થાય છે. તેથી રાધાષ્ટમીના દિવસે થતા આ વિશેષ શણગારના દર્શનનું ધાર્મિક મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે. રાધાષ્ટમી નિમિત્તે કરવામાં આવેલો આ વિશેષ શણગાર સાંજના સયન ભોગના દર્શન સુધી રહેશે. એટલે દિવસ દરમિયાન ભક્તો ઠાકોરજીના રાધાજીના સ્વરૂપમાં દર્શન કરી શકશે. ડાકોરમાં પર્વને લઈને મંદિર પરિસરમાં પણ ભÂક્તમય માહોલ જાવા મળી રહ્યો છે.









































