કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે બાળ વિકાસની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી આંગણવાડી નંબર-૪ના નવા મકાનના નિર્માણ કાર્યનું મોચી શેરી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકીના હસ્તે વિધિવત્ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. નવી આંગણવાડીથી બાળકોને અભ્યાસ, પોષણ અને બાળ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધા મળશે. પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બામણીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, સરપંચ રફીક મહેતર, ઉપસરપંચ નટવર સિંહ ઝાલા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવીન મકાનથી બાળકો અને વાલીઓને લાભ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.