ખેડબ્રહ્મામાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી દરરોજ દોડશે.
ટ્રેન નંબર ૦૯૪૦૫ અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ અસારવા સ્ટેશનથી દરરોજ સવારે ૯ઃ૩૫ કલાકે રવાના થશે અને બપોરે ૧૨ઃ૧૦ કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.પરત ફરતી ટ્રેન નંબર ૦૯૪૦૬ ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ખેડબ્રહ્માથી બપોરે ૩ઃ૩૫ કલાકે ઉપડશે અને સાંજે ૬ઃ૧૦ કલાકે અસારવા પહોંચશે.
અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચેની આ વિશેષ ટ્રેન બંને દિશામાં નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે. જેના કારણે આ વિસ્તારોમાંથી મેળામાં જવા માંગતા મુસાફરોને પણ સુવિધા મળશે.પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેન ૦૮ કોચની સ્ઈસ્ેં રેક સાથે દોડાવવામાં આવશે. ટ્રેનમાં અનારક્ષિત દ્વિતીય શ્રેણીના કોચ રહેશે. એટલે મુસાફરોને અગાઉથી આરક્ષણ કરાવવાની જરૂર રહેશે નહીં
ભાદરવી પૂનમના મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. ૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી દરરોજ ટ્રેન ઉપલબ્ધ રહેશે.ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વધુ માહિતી મુસાફરો ભારતીય રેલવેની પૂછપરછ સેવા પરથી મેળવી શકશે. મુસાફરોએ મુસાફરી પહેલાં ટ્રેનના સમયની પુષ્ટિ કરી લેવી સલાહભર્યું રહેશે.