ધારી તાલુકાના છતડીયા ગામે ગ્રામ પંચાયત કચેરીના નવીનીકરણ માટે રૂ. ૨૫ લાખના ખર્ચે થનાર વિકાસકાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડીયાની મંજૂરીથી આ મહત્વપૂર્ણ વિકાસકાર્ય હાથ ધરવામાં આવનાર છે. કાર્યક્રમમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ  મૃગેશભાઈ કોટડીયા, મહામંત્રી ચંદ્રેશભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ હિરપરા, તાલુકા પંચાયત
પ્રમુખ મહેશભાઈ સાવલીયા, કારોબારી ચેરમેન રમેશભાઈ માલણીયા, સદસ્ય બાબાભાઈ વાળા, નગરપાલિકા સદસ્ય ઉમેશભાઈ ધાધલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભરતભાઈ અંટાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ ખોડીદાસભાઈ કાછડીયા સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.