ધર્મ જાગરણ સમન્વય-સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત પવિત્ર સતાધાર અલખ યાત્રાના પૂર્વ આયોજન માટે ગુરુવારે શ્રી માધાબાપુની જગ્યા, કાનજી બાપુ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના આગેવાનો, વિવિધ સમિતિના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા સમિતિના સંયોજક ભીખુભાઈ અગ્રાવત સહિત અશોકસિંહ જાડેજા, ભરતભાઈ રાદડિયા, વિપુલભાઈ કનાડીયા અને ભીખાભાઈ કાબરીયાએ યાત્રાના રૂટ તથા વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તા. ૧૩ સપ્ટેમ્બરે સવારે ૮ વાગ્યે સાવરકુંડલાથી યાત્રાનું પ્રસ્થાન થશે. ધારી, અમરેલી, ચલાલા અને બગસરાથી પણ પેટા યાત્રાઓ જોડાશે. સતાધાર ધામના મહંત વિજયબાપુના આશીર્વાદ સાથે લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને રાજભા ગઢવી ઉપસ્થિત રહેશે. સાંજે ૪ઃ૩૦ કલાકે સતાધાર ધામ ખાતે ધર્મસભા, આરતી અને પ્રસાદ સાથે યાત્રાનું સમાપન થશે.