ઉનાના સામતેર ગામે રાત્રિના સમયે સિંહણ અને તેના બચ્ચાએ રહેણાંક વિસ્તારમાં રખડતા વાછરડાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહણ પોતાના બચ્ચા સાથે અવારનવાર શિકારની શોધમાં ગામમાં આવી ચડે છે. અગાઉ પણ પશુઓનો શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ વન વિભાગને કરી પેટ્રોલિંગ વધારવા અને ગ્રામજનોને સુરક્ષા આપવા માંગ કરાઈ છે.









































