ચામુંડા મહિલા મંડળ અને સંહિતા મહિલા મંડળ દ્વારા જુનાગઢ શહેરની બહેનો માટે ખાસ ચુરમાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં અલગ અલગ વય જૂથની ૫૦ જેટલી બહેનોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈને આ સ્પર્ધાને વધુ રોચક બનાવી હતી. જુનાગઢના અલકાબેન પરમારે પાંચ મિનિટમાં ૧૨ લાડુ ખાઈને આ સ્પર્ધાને જીતી લીધી હતી.
જુનાગઢ ભુતનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં ચામુંડા મહિલા મંડળ અને સંહિતા મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ શહેરની અલગ અલગ વય જૂથની ૫૦ જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના નિયમો અનુસાર પાંચ મિનિટના સમયમાં કોઈ પણ મહિલા સૌથી વધારે લાડુ આરોગી જાય તેને વિજેતા જાહેર કરી અને મહિલા મંડળ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાં જુનાગઢના અલકાબેન પરમારે પાંચ મિનિટમાં ૧૨ લાડુ ખાઈને આ સ્પર્ધાને જીતી લીધી હતી.
લાડુ ખાવાની સ્પર્ધામાં જુનાગઢના અન્ય એક મહિલા કીર્તિબેન મહેતાએ પણ ભાગ લીધો હતો, તેમણે પણ પાંચ મિનિટમાં દસ લાડુ આરોગીને બીજા નંબરે રહ્યા હતા. કિર્તીબેન મહેતા બાળપણથી લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લેવાનો વિચાર કરી રહ્યા હતા. પરંતુ એક સ્પર્ધક તરીકે ભાગ લેવા તેમણે ૬૨ વર્ષ સુધી રાહ જાવી પડી હતી. બાળપણથી લઈને ૬૨ વર્ષ સુધી સંજાગ અને સમયની પ્રતિકૂળતાને કારણે તેઓ આવી સ્પર્ધામાં ભાગ લઈ શક્્યા નહોતા. પરંતુ ૬૨મા વર્ષે પહેલી વખત લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પાંચ મિનિટમાં દેશી ઘીમાંથી બનેલા ચુરમાના દસ લાડુ આરોગીને તેઓએ અન્ય યુવાન બહેનોને પછડાટ આપીને આ સ્પર્ધામાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું
લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરનાર ચામુંડા મહિલા મંડળના આરતીબેન જાશી અને સંહિતા મહિલા મંડળના ચેતનાબેન પંડ્યાએ આપેલી વિગતો અનુસાર દર વર્ષે તેઓ અલગ અલગ સમયે અને તહેવારોને ધ્યાને રાખીને મહિલાઓમાં પડેલી કલાઓને બહાર લાવવા માટે આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે. જેમાં શ્રાવણ મહિનામાં દર વર્ષે ચુરમાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન પણ થતું રહે છે. દર વર્ષે અલગ અલગ બહેનો સામેલ થાય છે અને વિજેતા પણ બની રહી છે. જે આ સ્પર્ધાના આયોજન પાછળનો મુખ્ય હેતુ પણ છે.