અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજ ખાતે ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ NCC વિભાગ દ્વારા કેડેટ્‌સ માટે ‘હેલ્ધી લાઇફ સ્ટાઇલ’ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. પ્રો. ભૂષણ જોશી અને એ.એન.ઓ. લેફ્‌ટનન્ટ મનીષા સગાઠીયાએ કેડેટ્‌સને સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સ્વચ્છતા, સકારાત્મક વિચારસરણી અને શિસ્તબધ્ધ જીવનશૈલી વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે કેડેટ્‌સને સમાજસેવા કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રેરણા આપી હતી. ઇન્ચાર્જ આચાર્યા ડા. વિલાસબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૮ NCC કેડેટ્‌સે ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ કેડેટ્‌સે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.