ધારી તાલુકામાં પરીખ હોન્ડાના ઓથોરાઈઝ્ડ સર્વિસ અને સેલ્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે હોન્ડાના નિહિલ લિમ્બાચિયા અને આકાશ ગુપ્તા તેમજ પરીખ હોન્ડા અમરેલીના માલિક આનંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધારીના ડીલર પ્રતાપભાઈ, ધારાસભ્ય જે.વી. કાકડિયા તથા નજીકના આશ્રમના સંતશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવા સર્વિસ અને સેલ્સ સેન્ટર બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારી તાલુકાના ગ્રાહકોને હવે હોન્ડાના વાહનોની ખરીદી સાથે સર્વિસ સહિતની સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પરીખ હોન્ડા પરિવાર અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.