જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખોડલધામ મંદિરે ગુજરાત અને દેશ-વિદેશમાંથી ઉમટેલા લાખો ાળુઓએ મા ખોડલના દર્શન કર્યા હતા. આ તહેવાર દરમિયાન મંદિર પરિસરમાં શ્રી રાધા-કૃષ્ણની વિશેષ આરતી અને મટકી ફોડીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર પરિસરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ માતાજીને દરરોજ અવનવા શણગાર ધરાવાયા હતા. ભાવિકોએ ગાર્ડન અને શક્તિવનની મુલાકાત લઈ અન્નપૂર્ણાલયમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોની સુવિધા અર્થે ચાર મોટા ર્પાકિંગ, દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક વ્હીલચેર તથા ચા-પાણીની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. ઉત્સવ દરમિયાન વ્યવસ્થા જાળવવા ૨૫૦ જેટલા સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી અને નેશનલ હાઈવેથી મંદિર સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.