સાવરકુંડલામાં પતિએ પત્નીને ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો, જ્યારે સાસુએ ઘરકામ બાબતે મેણા માર્યા હતા. સુનેરાબેન રિઆઝભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૪)એ પતિ રિઆઝભાઇ મહેબુબભાઇ ચૌહાણ તથા સાસુ રૂકસાનાબેન મહેબુબભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને પતિએ શારીરિક-માનસિક દુઃખત્રાસ આપી ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. સાસુએ ઘરકામ તેમજ કરિયાવર બાબતે મેણા-ટોણા માર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઇ દેવજીભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.