અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ સીટી પોલીસ દ્વારા વોર્ડ નં.–૩ સ્થિત બ્રાહ્મણ સોસાયટીના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકદરબારનું યોજાયો હતો. આ કાર્યક્રમમાં DYSP ચિરાગ દેસાઈ, સીટી PI ઝાલા તથા PSI કુવાડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.ટૂંકી નોટિસ છતાં નગરપાલિકા સદસ્ય હરપાલભાઈ ધાધલ, સોસાયટીના પ્રમુખ આર.પી. મહેતા તથા સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબાર દરમિયાન વિસ્તારની સુરક્ષા, જનહિત અને કાયદો-વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રજાકીય પ્રશ્નો સાંભળી યોગ્ય ઉકેલની ખાતરી આપી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.