અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે શિવલાલભાઇ બાવીશીની વાડીએ ખેતમજુરી કરતા રાકેશ બામનીયાના ૫ વર્ષના પુત્ર જયદીપનું ગત તા.૦૬/૦૯/૨૦૨૬ ના સવારે ૯ વાગ્યે અપહરણ થયુ છે. આરોપી લલીત રહે.મોટા આંકડીયા વાળો બાળકના પિતાની સંમતી વગર કાયદેસર વાલીપણામાંથી ઉઠાવી ગયો છે. મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબુઆ ગામના શ્રમિક પરિવારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને આ અંગે ફરીયાદ નોંધાવી છે. ઘટના અંગે ઓ.કે.જાડેજા પો.ઇન્સ. ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.









































