શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ખાતે ૧૭૬મા ‘વિચારોનું વાવેતર’ (થર્સ-ડે થોટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, જીવનમાં સ્પષ્ટ ગોલ નિર્ધારણ જ સફળતા તરફ દોરી જાય છે. ઈચ્છા, સંકલ્પ, ગોલ અને સતત પ્રયાસ એ સફળતા મેળવવાનો મુખ્ય રાજમાર્ગ છે. ગોલ નક્કી કરવાથી મનને ઉર્જા મળે છે અને કાર્યને યોગ્ય ગતિ પ્રાપ્ત થાય છે. કાર્યક્રમમાં અતિથિ વક્તા ગાયનેક તબીબ ડા. વિઠ્ઠલભાઈ પટેલે ‘જીવનમાં આદત’ વિષય પર બોલતા કહ્યું કે, જીવનમાં એક સારી આદત અન્ય ખરાબ આદતોને દૂર કરે છે. શિસ્તબધ્ધ અને એકધારી સારી ટેવો જ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે. આ ઉપરાંત, જાણીતા સર્જન ડા. અમુલખભાઈ સવાણીએ પણ ગોલ નિર્ધારણના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તકે ઝ્રછના વિદ્યાર્થીઓ માટે રૂ. ૮૦ હજારની સ્કોલરશીપ આપનાર દાતાઓનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું.







































