ગુજરાત વિધાનસભામાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જાવા મળી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બિલની પ્રક્રિયા અને તેમાં વિવિધ વિભાગોને સામેલ કરવાના મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
શૈલેષ પરમારે સવાલ કર્યો કે બિલ સાથે કુલ ૯ જેટલા વિભાગો સંકળાયેલા હોય તો તેને માત્ર એક વિભાગ મારફતે કેમ રજૂ કરવામાં આવ્યું? તેમણે અલગ-અલગ વિષયોને એક જ બિલમાં જાડવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યું કે ૯ વિભાગોમાં જરૂરી સુધારા કયા નિયમ હેઠળ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યપાલ અને રાષ્ટÙપતિની મંજૂરી મેળવી ચૂકેલા કાયદાઓમાં ફરીથી સુધારા કરવાની જરૂરિયાત અંગે પણ તેમણે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.
ચર્ચા દરમિયાન પ્રવાસન વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ સાથે જાડાયેલા નિયમો અને જાગવાઈઓ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. વિપક્ષે દલીલ કરી હતી કે અલગ-અલગ ક્ષેત્રોને અસર કરતા સુધારાઓને એક જ કાયદામાં સામેલ કરવાથી તેની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે.
ચર્ચા દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે સરકારનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે બિલ તૈયાર કરતા પહેલાં સંબંધિત તમામ વિભાગોની મંજૂરી લેવામાં આવી છે. સરકારનો હેતુ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો અને નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે અલગ-અલગ વિભાગોમાં જરૂરી પ્રક્રિયાઓને સરળ બનાવવાથી સામાન્ય નાગરિકો તેમજ વ્યવસાયિકોને તેનો સીધો લાભ મળશે.
ચર્ચા દરમિયાન રમણલાલ વોરાએ બિલને સમર્થન આપ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના કિરીટ પટેલે નિયમ ૧૨૭-એનો ઉલ્લેખ કરીને બિલમાં અલગ-અલગ હેતુઓ અને વિષયોને સામેલ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ સમગ્ર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બિલની રચના, પ્રક્રિયા અને વિવિધ કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા અંગે મતભેદ જાવા મળ્યા હતા. હવે વિધાનસભામાં આ બિલને લઈને આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહેશે.









































