બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નૂતન મંદિરની જગ્યા પર ‘ભજ ગોવિંદમ’ વિષયક બે દિવસનું સત્સંગ પારાયણ યોજાયું હતું. નવસારી મંદિરના સંગીતવિદ્યામાં વિશારદ પૂ. કૃષ્ણપ્રિયસ્વામીએ સંગીત અને રમુજ સાથે આદિ શંકરાચાર્યના ‘ભજ ગોવિંદમ’ પદ પર મનનીય કથા કરી હતી. પારાયણમાં સરેરાશ ૬૫૦ હરિભક્તોએ લાભ લીધો હતો. અંતે ફરાળી અલ્પાહારનો પ્રસાદ અપાયો હતો. ધારી મંદિરના સંતોના માર્ગદર્શન તથા બગસરા સત્સંગ મંડળના કાર્યકરો અને હરિભક્તોના સહકારથી આયોજન સફળ રહ્યું હતું.