બગસરા તાલુકાના કાગદડી ગામે એન્ટરપ્રાઇઝની ઓફિસ ધરાવતા હસમુખભાઇ હરીભાઇ સરવૈયા (ઉવ.૨૮) પર કૌટુંબિક લોકોએ હુમલો કર્યો છે. ગત તા.૦૭/૦૯/૨૬ ના બપોરે ૧૪/૩૦ વાગ્યે આરોપી રૂત્વીકભાઇ દલસુખભાઇ સરવૈયાએ હસમુખભાઇને પાછળથી અચાનક માથામાં જમણા કાનની બાજુમાં લાકડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ બાદ ફરીયાદીના મમ્મી લીલાબેન આરોપીના પપ્પા દલસુખભાઇને ઠપકો આપવા ગયા હતા. ત્યારે ત્હો. દલસુખભાઇએ ફરીયાદીના ઘરના તમામ સભ્યોને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.









































