લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના મંગળવારે સવારે ૧૧ વાગ્યે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર હેઠળના સરકારી બાકી કામો અંગેના અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા નાગરિકો પોતાની અરજીઓ કરી શકશે. સામૂહિક અથવા નીતિ વિષયક પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ કરી શકાશે નહીં. અરજદારો દ્વારા પોતાની અરજી તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના બપોરે ૩ વાગ્યા સુધીમાં લાઠી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવાની રહેશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. તાલુકા મામલતદાર દ્વારા નાગરિકોને સમયમર્યાદામાં પોતાની અરજી રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









































