પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળની અમરેલી નગરપાલિકા દ્વારા ‘૧૦૦ દિવસ સફાઈ કેમ્પેન’ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે દૈનિક ધોરણે સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ cleanliness Target Unit(CTU) તથા Visible Cleanlinessના લક્ષ્યાંકો હાંસલ કરવા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને બજાર અને વધુ અવરજવરવાળા વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સતત સફાઈ કરવામાં આવે છે. મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની સફાઈ માટે આશરે ૫૦ સફાઈ કર્મચારીઓ તથા રોડ સ્વીપર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એકત્રિત કચરાના યોગ્ય નિકાલની કામગીરી પણ કરવામાં આવે છે. નગરપાલિકાએ નગરજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકી સહયોગ આપવા અપીલ કરી છે.