સાવરકુંડલાના ખડકાળા ગામનો યુવક મામાના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થયો હતો. આ અંગે રાહુલભાઈ જેન્તીભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૨૨)એ આપેલી માહિતી મુજબ, અરવિંદભાઈ જેન્તીભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૩૦) ખડકાળાથી સાવરકુંડલા સ્થિત પોતાના મામા દિનેશભાઈ અમુભાઈ સોલંકીના ઘરે જવાનું કહીને નીકળ્યો હતો.તે મામાના ઘરે ન પહોંચતા સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. શિયાળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































