ખાંભાની પે. સેન્ટર શાળામાં ચોરીની ઘટના સામે આવી છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન અજાણ્યા ચોરોએ શાળાના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ માટેના પીવાના પાણીના સ્ટેન્ડ પરથી પાઇપલાઇન સાથે જોડાયેલા છ પાણીના નળ તોડી ચોરી કરી હતી. આ ઉપરાંત શાળાના મુખ્ય મકાનના આગળના ભાગમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલ એક ઝ્રઝ્ર્‌ફ કેમેરો પણ ચોરાઈ ગયો હતો. ૧ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન શાળામાં રજા હતી. ૭ સપ્ટેમ્બરના રોજ સવારે શાળા ખોલવામાં આવતા ચોરીની જાણ થઈ હતી. શાળાના આચાર્યએ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આ શાળામાં અગાઉ પણ રજાઓ દરમિયાન નાની-મોટી ચોરી અને તોડફોડની ઘટનાઓ બની હતી. વારંવારની ચોરીથી શાળાની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.