દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાની ચાર મુખ્ય સહકારી સંસ્થાઓ (બેંક, દૂધ સંઘ, ખરીદ-વેચાણ સંઘ અને સહકારી સંઘ)ની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમર ડેરી, અમરેલી ખાતે યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંઘ બધેલ અને સાંસદ પરશોતમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહેશે. સભાની સાથે ‘કાર્ડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા કૃષિ વર્ષ અંતર્ગત સહકાર પરિસંવાદ યોજાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય ગોકુલ મિશન અને આર.કે.વી.વાય. યોજના હેઠળ સેન્ટર ઓફ એક્સેલન્સ, એમ્બ્રિયો ટ્રાન્સફર લેબ તથા આઈસ્ક્રીમ-પનીર પ્લાન્ટનું લોકાર્પણ થશે અને શ્રેષ્ઠ મંડળીઓનું સન્માન કરાશે. સંમેલનમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, સહકારી આગેવાનો, ખેડૂતો, પશુપાલકો અને મહિલા સભાસદો મોટી સંખ્યામાં જોડાશે. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ સાવલીયા સહિતની ‘ટીમ સહકાર’ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.









































