અમદાવાદમાં સરકારી આવાસ યોજનાના નામે ગરીબ અને સામાન્ય પરિવારો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વડાપ્રધાન ગરીબ આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી એક શખ્સે કુલ ૬૫ લોકો પાસેથી રૂ૮.૬૩ લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.
શાહીબાગના નમસ્તે સર્કલ, રિલાયન્સ મોલના પા‹કગ સહિતના વિસ્તારોમાં લોકો પાસેથી રકમ લેવામાં આવી હતી. પૈસા લીધા બાદ આરોપીએ મકાનના ફોર્મ ભર્યા હોવાની અને નાણાં જમા કરાવ્યા હોવાની બનાવટી પાવતીઓ આપી હતી. લાંબો સમય વીતી ગયા બાદ પણ મકાન અંગે કોઈ માહિતી ન મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.રાણીપ વિસ્તારમાં રહેતા જગદીશ રાજપૂત સરકારી યોજનાઓ તથા દસ્તાવેજા સંબંધિત કામ કરે છે. અગાઉ પંકજ પ્રજાપતિ નામનો શખ્સ ઘોડાકેમ્પ અનાજ ગોડાઉન નજીક રેશનકાર્ડ કચેરીની બહાર એજન્ટ તરીકે કામ કરતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. નવેમ્બર ૨૦૨૩ દરમિયાન વડાપ્રધાન ગરીબ આવાસ યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની વાત સામે આવી હતી. આ દરમિયાન પંકજ પ્રજાપતિએ જગદીશને ફોર્મ ભરાવી આપવાની ખાતરી આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે ગુડા હેઠળ ૨ બીએચકે મકાન માટે રૂ૨૧ હજાર ડિપોઝિટ, જ્યારે છસ્ઝ્ર હેઠળ ઈડબ્લ્યુએસ ૧-બીએચકે મકાન માટે રૂ૭,૮૦૦ ડિપોઝિટ ઓનલાઇન ભરવાની રહેશે.આરોપીની વાતમાં આવીને કુલ ૬૫ લોકોએ રકમ ચૂકવી હતી. જેમાં ૨૭ લોકોએ એલઆઇજી મકાન માટે કુલ રૂ૫.૬૭ લાખ, જ્યારે ૩૮ લોકોએ ઇડબ્લ્યુએસ મકાન માટે કુલ રૂ૨.૯૬ લાખ આપ્યા હતા.આમ, ૧૩ ડિસેમ્બર ૨૦૨૩થી ૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન કુલ રૂ૮.૬૩ લાખ પંકજ પ્રજાપતિને ચૂકવવામાં આવ્યા હતા.રકમ લીધા બાદ આરોપીએ ઈડબ્લ્યુએસ મકાનના ફોર્મ ભર્યા હોવાની અને નાણાં જમા કરાવ્યા હોવાની પાવતીઓ આપી હતી. જાકે ત્યારબાદ મકાનની ફાળવણી કે પાવતી અંગે પૂછપરછ કરવામાં આવતાં આરોપી દ્વારા ગલ્લાંતલ્લાં શરૂ કરવામાં આવ્યા હતા.
લાંબો સમય વીતી ગયો છતાં મકાન અંગે કોઈ નક્કર જવાબ ન મળતાં જગદીશ રાજપૂતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાયખડ સ્થિત સરદાર ભવનમાં આવેલી હાઉસિંગ સેલ કમિટીમાં આરટીઆઈ કરી હતી.અપીલ બાદ ૧૭ માર્ચે તંત્ર તરફથી સત્તાવાર જવાબ મળ્યો હતો. તેમાં જણાવાયું હતું કે રજૂ કરવામાં આવેલી પાવતીઓ તંત્રના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી અને કોર્પોરેશનમાં આ રકમ જમા થઈ નથી.આ જવાબ બાદ આરોપીએ સરકારી આવાસ યોજનાના ફોર્મ ભર્યા વિના જ લોકો પાસેથી રૂપિયા મેળવી લીધા હોવાની શંકા મજબૂત બની હતી.સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પંકજ પ્રજાપતિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.









































