સાવરકુંડલા સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ત્રિદિવસીય ‘શ્રીમદ્‌ ભાગવત દશમ સ્કંધ કથા’નું આયોજન કરાયું છે. શિવાજીનગર સ્થિત પટેલ જ્ઞાતિ વાડી ખાતે ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ કથામાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી કથામૃતનું રસપાન કરાવશે. ૮ સપ્ટેમ્બરે સવારે ૮ઃ૩૦ કલાકે મહિલા મંદિરથી પોથીયાત્રા અને ૧૧ઃ૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ રહેશે, જ્યારે ૧૦ સપ્ટેમ્બરે સાંજે ૬ કલાકે પૂર્ણાહુતિ થશે. ૯ સપ્ટેમ્બરે પ.પૂ. ભાવિ આચાર્ય
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનું પાવન આગમન થશે.આ મહોત્સવમાં વડતાલ, ગઢપુર, જૂનાગઢના સંતો તેમજ સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહેશે.