વડિયા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા સંભળાઈ રહ્યા છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે. વડિયાની ગોવર્ધન ગૌશાળામાં પણ ઘાસચારાની અછત સર્જાતા ગાયોને શાકભાજી ખવડાવવાની નોબત આવી છે. ઘાસચારાના ભાવમાં વધારો થતાં ગૌશાળા સંચાલકો માટે ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. હાલમાં દાતાઓના સહયોગથી ગાયોને શાકભાજી આપવામાં આવી રહી છે. સંચાલકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સમયસર વરસાદ નહીં પડે તો પશુઓ માટે ઘાસચારાની મોટી સમસ્યા સર્જાશે. જેથી સરકાર ગૌશાળાઓ અને અબોલ પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે. ખેડૂતો અને પશુપાલકોને પણ રાહત આપવાની જરૂર છે.









































