ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તનને લઈને વિવાદ સર્જાયો છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કાર્યવાહી કરવાની માગ કરી છે. હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો કે વંદે માતરમ્ ગાન દરમિયાન ઇમરાન ખેડાવાલા ઊભા રહેવાને બદલે બેઠા રહ્યા હતા. તેમણે આ વર્તનને વંદે માતરમ્ પ્રત્યેના અનાદર તરીકે ગણાવીને ગૃહના નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવીએ ઇમરાન ખેડાવાલાના વર્તન સામે વાંધો નોંધાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રના સાથે જાડાયેલા કાર્યક્રમ દરમિયાન યોગ્ય વર્તન કરવું જરૂરી છે. તેમણે આક્ષેપ કર્યો કે વંદે માતરમ્ દરમિયાન ઇમરાન ખેડાવાલા જાણીજાઈને ઊભા રહ્યા નહોતા. જાકે, આ સમગ્ર મામલે ઇમરાન ખેડાવાલાની બાજુ અને તેમનું સત્તાવાર સ્પષ્ટીકરણ પણ મહત્વનું રહેશે.હર્ષ સંઘવીએ આ ઘટનાને માત્ર એક ધારાસભ્યના વર્તન પૂરતી સીમિત ન ગણાવી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે ઇમરાન ખેડાવાલા માત્ર એક ‘મહોરું’ હતા અને આ સમગ્ર ઘટનાની પાછળ રાજકીય આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે દિલ્હીના તાજેતરના રાજકીય દૃશ્યોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના નેતૃત્વ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે વિધાનસભા સત્રના આગલા દિવસે બેઠક યોજીને આ પ્રકારના વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાત દેશની પ્રથમ વિધાનસભા છે, જ્યાં સંપૂર્ણ વંદે માતરમ્ ગાવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોકપ્રતિનિધિઓ દ્વારા આવા મુદ્દે રાજનીતિ કરવામાં આવે તો યુવાનોમાં તેનો ખોટો સંદેશ જઈ શકે છે. આથી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.હર્ષ સંઘવીએ માત્ર ગૃહની અંદરની ઘટનાની વાત જ નહીં પરંતુ બાદમાં ઇમરાન ખેડાવાલાએ આપેલા ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ માગ કરી કે સમગ્ર ઘટનાની સત્યતા જાણવા માટે ઇમરાન ખેડાવાલાના વીડિયો રેકો‹ડગની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. તેમના મતે, ઘટનાની સંપૂર્ણ હકીકત વીડિયો ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી બાદ સ્પષ્ટ થઈ શકે છે.હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ આ મામલે ગૃહના નિયમો અનુસાર કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે સમગ્ર મુદ્દાને વિશેષાધિકાર ભંગ સાથે જાડીને ઇમરાન ખેડાવાલા સામેની તપાસ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને સોંપવાની રજૂઆત કરી હતી. તેમણે એવી પણ રજૂઆત કરી કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ કે લોકપ્રતિનિધિ રાષ્ટÙીય પ્રતીકો સાથે જાડાયેલા કાર્યક્રમોમાં અનાદરપૂર્ણ વર્તન ન કરે તે માટે યોગ્ય દાખલો બેસાડવો જાઈએ. વંદે માતરમ્ દરમિયાન ધારાસભ્યના કથિત વર્તનને લઈને વિધાનસભામાં રાજકીય ગરમાવો જાવા મળ્યો છે. હવે સમગ્ર મામલે અધ્યક્ષ શું નિર્ણય લે છે અને તપાસ માટે તેને કઈ સમિતિ સમક્ષ મોકલવામાં આવે છે તેના પર નજર રહેશે. સાથે જ વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવાની ચકાસણી બાદ ઘટનાની હકીકત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.








































