અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે DYSP ચિરાગ દેસાઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
તેમના માર્ગદર્શન હેઠળ LCB PI સી.પી. વાઘેલા અને અમરેલી રૂરલ પોલીસના PI ઓમદેવસિંહ જાડેજાની દેખરેખમાં પાંચ જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું હતું. પોલીસે અપહરણના આરોપી લલિત રૂપસિંગ જમરેને વિરપુર ગામેથી ઝડપી લીધો હતો. બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવતા પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.








































