અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો અમદાવાદની ત્રણ અગ્રણી શાળાઓ બોપલ Âસ્થત ડીપીએસ, થલતેજ Âસ્થત ઉદગમ અને વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલને તેમના અધિકૃત ઈ-મેઇલ આઇડી પર ધમકીભર્યા મેઇલ મળ્યા હતા. આ ઘટનાની સાથે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ ઈ-મેઇલ દ્વારા જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગઈ આ ઉપરાંત.ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી ફરી એકવાર વિધાનસભાને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો
ધમકીભર્યા મેઇલની જાણ થતાં જ વેજલપુર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળતાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ શાળા પરિસરમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં જ બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ દોડતા-દોડતા શાળાએ પહોંચવા લાગ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરની તમામ શાળાઓને તેમના ઈ-મેઇલ ચેક કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પણ શાળાને આ પ્રકારનો શંકાસ્પદ મેઇલ મળ્યો હોય તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. વધુમાં, બાળકોને સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢીને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાના આદેશો પણ શાળાઓને આપવામાં આવ્યા છે.
વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં ધમકી મળ્યા બાદ તુરંત જ શાળા પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. શાળા પ્રશાસન દ્વારા વાલીઓને મેસેજ મોકલીને બાળકોને ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. ભયના માહોલ વચ્ચે વાલીઓ શાળાએ પહોંચીને પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ ગયા હતા. આખી સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદની શાળાઓ ઉપરાંત ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈ-મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી હતી. સવારના સમયે ધમકી મળતાં જ કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આખું કોર્ટ પરિસર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા ટીમોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસનો દોર શરૂ કર્યો છે.