લાઠી ટાઉનમાં મહાવીરનગર કેરિયા રોડ પાસે આવેલા એક રહેણાંક મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાની
ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે અહીંથી ૨૫ લીટર દેશી દારૂ, આથો તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂ. ૬,૦૨૫નો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ઉપરાંત વંડા, બગસરા, સાવરકુંડલા અને રાજુલામાંથી એક-એક મળી કુલ ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. જ્યારે લીલીયામાંથી ૨૨ લીટર, સાવરકુંડલામાંથી ૧૦ લીટર, નાજાપુર ગામેથી ૪ લીટર અને ચલાલામાંથી ૧ લીટર મળી કુલ ૩૭ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.








































